અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે જેમાં આરોપીઓના વકીલ રોકવાના બાકી હોવાથી મુદત પડી છે, સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી ગ્રામ્ય કોર્ટ પહોંચ્યા હતા અને પ્રશાંત વઝીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા સાથે સાથે PMJAYનો લાભ લેવા દર્દીઓની ખોટી સર્જરી કરી હતી અને સર્જરી બાદ બે લોકોના મોત થયા હતા.


[[$googlead]]

આ 3 આરોપીઓને મળ્યા જામીન

ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારી, ડો.સંજય પટોળીયા અને રાહુલ જૈને HCમાં રેગ્યુલર જામીન અરજી હતી. આ ત્રણેય આરોપીઓ કેસમાં બાંહધરી આપવાની ખાતરી આપી છે અને અગાઉ ટ્રાયલ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા

[[$alsoread]]

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જેમાં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈને પૈસા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું હતું.જેમાં તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત હતા.


  • Follow us on: