ગીર સોમનાથમાં ભાજપના પ્રમુખને અઢી વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ પરમાર અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ પ્રતાપ બમણિયા દોષિત ઠર્યા છે.
રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓ કસુરવાર
સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપ્યો છે. વર્ષ 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાના પ્રકરણમાં આ સજા ફટકારવામાં આવી છે. કોર્ટે બંને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓને કસુરવાર ઠેરવ્યા છે.
ગીરસોમનાથમાં MLA વિમલ ચુડાસમા સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે બીજી તરફ ગીર સોમનાથમાં MLA વિમલ ચુડાસમા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. વિમલ ચુડાસમા સહિત 15થી વધુના ટોળા સામે FIR નોંધાઈ છે. ફરજમાં રુકાવટ અને રાયોટિગ સહિતની કલમો લગાવાઈ છે. ટોળાએ દબાણ હટાવવા મામલે વિરોધ કર્યો હતો અને ટોળા વિખેરતી વખતે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.









