કચ્છના બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની લાશ મળી આવી છે,6 એપ્રિલે BSFના રોડના સર્વે માટે ગયા હતા 3 ઇજનેર જેમા રણમાં રસ્તો ભૂલેલા બે ઇજનેરને BSFએ શોધી કાઢ્યા હતા તો એક ઇજનેરની છેલ્લા 5 દિવસથી શોધખોળ ચાલતી હતી,પોલીસ, BSF,વન વિભાગ અને સ્થાનિકોએ શોધખોળ કરી હતી અને બેલા નજીક સુકનાવાંઢના રણમાંથી ઇજનેરની મળી લાશ,જેમાં પોલીસે ઇજનેર અર્બનપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો છે.


[[$googlead]]

બેલાના રણમાં ગુમ થયેલા ઈજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી

ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફ ના રોડ ના સર્વે માટે ગયેલા ઈજનેર ની ટીમ રસ્તો ભૂલી જતાં રણ માગુમ થઈ ગઈ હતી જેમાં બે ને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા જયારે એક ઈજનેર અર્બનપાલની શોધખોળ હાથધરી હતી,છેલ્લા પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસ ની ટીમ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા ખડીર પીઆઈ એમ.એન.દવે ના વડપણ હેઠળ પોલીસ બીએસએફ વન વિભાગ સહિતની ટીમો શોધખોળ આદરી હતી ડ્રોન દ્વારા પણ શોધખોળ હાથ ધરાઇ હતી,છતાં પતો લાગ્યો ન હતો ત્યારે આજે બેલા નજીક ની સુકનાવાંઢના રણ વિસ્તારમાંથી અર્બન પાલની લાશ મોડી સાંજે સાત વાગે પોલીસ બીએસએફ વન વિભાગ તથા આસપાસના ગામ લોકો ની શોધખોળથી મળી આવી હતી અર્બનપાલનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે નુ પોસ્ટમોર્ટમ માટે રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી,આમ 6 તારીખના રણમા ભુલા પડેલા ઈજનેર અર્બનપાલ ની લાશ મળી આવી હતી વધુ તપાસ પોલીસે હાથધરી છે.

[[$alsoread]]

  • Follow us on: