ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામમાં આવેલી શેત્રુંજી નદીમાંથી ખનિજ ચોરી પકડાઈ છે. બોટાદના રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ગારીયાધારમાં દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન ગુજરડા ગામ નજીકથી ખનીજ ચોરી ઝડપાઈ છે.


[[$googlead]]

રેડ બાદ ખનિજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો

રોયલ્ટી ઈન્સ્પેક્ટરે કરેલી રેડ બાદ ખનિજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને ડમ્પર, જેસીબી, ટ્રેકટર સહિતના વાહનો સ્થળ પરથી ખનિજ ચોરો લઈ ગયા છે. જેને લઈને બોટાદ રોયલ્ટી ઈન્સ્પેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ખનિજ ટીમને જાણ કરાતા ખનીજ ટીમ ભાવનગરથી સ્થળ પર આવવા નીકળી હતી. ત્યારે મામલતદારને જાણ કરવામાં આવી હોવા છતાં સ્થળ પર આવવામાં વિલંબ કરી રહ્યા છે.

[[$alsoread]]

ખનીજ ચોરો દ્વારા સંદેશના પત્રકાર સાથે ઘેર વર્તન કરવામાં આવ્યું

ત્યારે ગારીયાધારનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને બોટાદની ટીમે ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો છે. ત્યારે આ દરમિયાન ભૂમાફિયાઓની દાદાગીરી પણ સામે આવી હતી અને સંદેશ ન્યૂઝનો કેમેરો આંચકી લેવાયો હતો અને તેમજ સંદેશના પત્રકાર સાથે ઘેર વર્તન પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામ નજીક આવેલી શેત્રુંજી નદીના કાંઠે મોટાપાયે ખનિજ ચોરી કરવામાં આવે છે. ખનીજ ચોરોને તંત્રની જાણે કોઈ બીક ના હોય તેમ બે ધડક ખનિજ ચોરી કરી રહ્યા છે. 

  • Follow us on: