બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં હવેલી ચોક, પાળીયાદ રોડ, ટાવર રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે જ બરવાળાના કાપડીયાળી, ખમીદાણા, નાવડા, વાઢેળા, રોજીદ ગામમાં પણ વરસાદ વરસ્યો હતો.


[[$googlead]]

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે જ મેઘ મહેર પણ જોવા મળી હતી.


[[$alsoread]]

  • Follow us on: