બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. બોટાદના ગઢડા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી. વરસાદને લીધે વાતાવરણ ઠંડું થઈ ગયું હતું. બોટાદના ટાવર રોડ, પાળિયાદ રોડ વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઢીકવાળી, સેથલી, લાઠીદડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.


[[$googlead]]

છેલ્લા કેટલાક સમયથી હાથતાળી આપી રહેલા વરસાદે આખરે બે દિવસથી વરસાદી માહોલ બનાવ્યો છે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતો અને લોકોને વરસાદના આગમનથી રાહત મળી ગઈ હતી. સતત બે દિવસના વરસાદને લીધે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી. જેથી સમગ્ર પંથકમાં ઠંડક થવા પામી હતી. બોટાદના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ થયો હતો. જેથી સમયસર વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

[[$alsoread]]

  • Follow us on: