ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. તાલુકાના સનાળ, ઢસા, પડવદર, પાટણામાં વરસાદ વરસ્યો છે. તેમજ જલાલપર, માલપરા, ગુંદાળા, રણિયાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે.
ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ આવતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જમીનમાં જોઈએ તેટલું ભેજનું પ્રમાણ ન હોવાથી ખેડૂતોએ વાવણી કરી ન હતી. પરંતુ તાલુકામાં હવે સારો વરસાદ વરસતા ખેડૂતો વાવણી શરૂ કરવામાં આવી છે. ગુંદાળા ગામે સાદરડી નદીમાં નવા નીરની આવક શરૂ છે. સારો વરસાદ વરસતા નદીં બે કાંઠે વહેતી જોવા મળી છે.









