બોટાદ જિલ્લાના બરવાળામાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘસવારી આવી પહોંચી હતી. બરવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. બોટાદમાં ગઈકાલે સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત હતા. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘરાજા મહેરબાન થયા હતા.


[[$googlead]]

બોટાદ જિલ્લાના બરવાળા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ ખોબક્યો હતો. બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ તો તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. સારો વરસાદ થતા ખેડૂતોમાં પાકને લઈ ખુશી સાથે આશા બંધાઈ હતી.

  • Follow us on:

[[$alsoread]]