અમદાવાદના ઘાટલોડિયામાં આવતીકાલે પેટા ચૂંટણી યોજાશે જેમા મતદાન થવાનું છે,તો EVM અને સ્ટેશનરી સહિતની સામગ્રી ડિસ્પેચ કરાઈ છે જેમાં કુલ 78 બુથ માટે 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે,હાલમાં ઈલેક્શન કમિશનની ગઇડલાઇન મુજબ કામગીરી કરવામાં આવી છે.
પ્રવીણ અંબાલાલ પટેલ ભાજપના ઉમેદવાર
ઘાટલોડિયા વોર્ડ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. વોર્ડની પેટા ચૂંટણી હોવાથી છતાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી તમામ કાર્યકર્તાઓ ઘાટલોડિયા વોર્ડની સોસાયટીઓમાં ઘરે-ઘરે ફરીને ભાજપના ઉમેદવાર પ્રવીણ અંબાલાલ પટેલ માટે પ્રચાર કરી રહ્યા હતા.
અગાઉ મનોજ પટેલ કોર્પોરેટર હતા
અમદાવાદના વોર્ડ નં-7 ઘાટલોડિયામાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા મનોજ પટેલ વિદેશમાં સ્થાયી થતા કોર્પોરેટર તરીકેથી તેમણે રાજીનામુ આપતા તેમની બેઠક ખાલી પડી હતી. રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે જાહેર કરવામા આવેલી ચૂંટણીમાં ઘાટલોડીયા વોર્ડની ખાલી પડેલી બેઠક માટે પણ પેટા ચૂંટણી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.









