વડોદરામાં આમ્રપાલી પાસે કારે અકસ્માત સર્જયો છે,જેમાં કાર ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી મારી છે અને જેમાં એકટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે.
1 માર્ચ 2025ના રોજ પણ બની હિટ એન્ડ રનની ઘટના
વડોદરામાં રફતારના રાક્ષસનો કહેર યથાવત રહ્યો હતો,સમા સાવલી રોડ પર હિટ એન્ડ રન કરીને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો,ત્યારે બાઈક સવારને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે,વેમાલી રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકજામને દૂર કરી વધુ તપાસ હાથધરી હતી.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.









