- કોઝવે પરથી પસાર થતા સમયે કાર તણાઈ
- રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ
- કારમાં બેથી ત્રણ લોકો સવાર હતા
રાજકોટના ગોંડલના ખીલોરીમાં કાર પાણીના પ્રવાહમાં તણાઈ જવાની ઘટના બની છે.કારમાં સવાર તમામ લોકોની શોધખોળ તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે,કોઝ વે પરથી કાર જઈ રહી હતી તે દરમિયાન અચાનક કોઝવે પર પાણી આવી જતા આ ઘટના બની હતી,સૌરાષ્ટ્ર પંથકમાં આજે વહેલી સવારે પણ વરસાદ હતો અને ગઈકાલે સાંજે પણ ભારે વરસાદ હતો.
મેળામાં મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ
મેળામાં મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. મેળામાં સ્ટોલ ધરાવતા એક વેપારીઓનું કહેવું છે કે, અમે આ મેળા માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ આ વરસાદે બધું બગાડી રાખ્યું છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે અમારો વેપાર ખૂબ અસર થઇ રહી છે. સામાન્ય રીતે આ સમયે મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ માત્ર મુઠ્ઠીભર લોકો જ જોવા મળ્યા છે. રાજકોટમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન અચાનક આવેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતા.
રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ
રાજકોટના પડધરીના ઈશ્વરીયાથી મુંજકા જવાના પુલનું માટી કામ ધોવાયુ છે. વરસાદી પાણીથી પુલની માટી ધોવાઈ છે. આ પુલ પર કોઈએ અવરજવર ન કરવા તાલુકા પ્રમુખ રોહિતભાઈ આહીર દ્વારા સૂચન કર્યું છે. તેમજ લોકોએ સાવચેત રહેવા સૂચન કર્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે ઘોઘમ નદીના પાણી ફરી વળ્યા છે. રાજકોટ બાદ સૌથી વધુ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ગામની ત્રણ બાજુએ નદીઓ આવેલી છે. જેમાં થોરીયાળી ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. નદી પર બ્રિજ બનાવવા માટે અનેક વખત ગામ લોકોએ માગ કરી હતી. નદી પર બ્રિજ બનાવવામાં આવે તો ગામ લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.









