રાજ્યમાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે, અત્યાર સુધી આ વાયરસે કેટલાય નાના બાળકોનો ભોગ લીધો છે અને આ વાયરસને લઈને સમગ્ર રાજ્યના જિલ્લાના અને શહેરના નાગરિકો ભયભીત જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરાના 30થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.


[[$googlead]]

કેન્દ્રીય આરોગ્ય ટીમ વિવિધ વિસ્તારમાં તાગ મેળવશે

[[$alsoread]]

આજથી કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતમાં આવશે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે. કેન્દ્રીય આરોગ્યની ટીમ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ દવાઓ, દર્દીઓ અને મેડિકલ સુવિધાનો તાગ મેળવશે.

પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વધુ એક દર્દીનું મોત થયુ છે. જેમાં પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. પુણેથી રિપોર્ટ આવે તે પહેલાં જ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયુ છે. 20 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને એડમિટ કરાઈ હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ છે.

  • Follow us on: