ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 26 કેસ નોંધાયા છે. જેમાંથી 15ના મોત થયા છે. ત્યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસ બાબતે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, પુણા લેબથી રિપોર્ટ આવતા 3 દિવસ લાગશે. હાલ તો બાળકોના માતા-પિતાએ સાવચેત રહેવું જોઈએ. હાલ સિવિલ હોસ્પિટલમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય બે દર્દની તબિયત સ્થિર છે. તેમજ 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે.
બાળકોના માતા-પિતાએ સાવચેત રહેવું
ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. ચાંદીપુરાના નોંધાયેલા શંકાસ્પદ 29 કેસમાંથી 26 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવાર અર્થે આવેલ છે.









