ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 131 શંકાસ્પદ કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 53 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.


[[$googlead]]

રાજકોટમાં 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા

રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ છે. તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળી રહ્યા છે. હાલ 18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી રહ્યા છે. 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયાનું ખૂલ્યું છે. હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

[[$alsoread]]

આ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. મહત્ત્વનું છેકે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.

  • Follow us on: