રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જેમાં રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ છે . તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળી રહ્યા છે. હાલ 18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળ્યા છે. 20 દિવસ પહેલા દ્વારકા, તરણેતર ગયાનું ખૂલ્યું છે. દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.


[[$googlead]]

રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ

રાજકોટમાં ચાંદીપુરાનો ખોફ યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. તેમજ 2 દર્દીઓની રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તથા 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. હાલ તમામ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સતત વધી રહેલા કેસોને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

[[$alsoread]]

18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળ્યા

વાંકાનેરના 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. આ યુવાન 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે.

  • Follow us on: