છોટાઉદેપુર જિલ્લાના કેટલાક પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાવી જેતપુરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમજ પાવી જેતપુરના આસપાસના પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુરમાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. છેલ્લા બે દિવસથી પાવી જેતપુર સહિતના પંથકમાં વરસાદ વરસતા વાવણી લાયક વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








