છોટાઉદેપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છોટાઉદેપુરની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તેમજ છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયો છે. નદીઓમાં નવા નીરની આવક થતા મૌસમમાં પહેવાર ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે. ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક
ઉલ્લેખનીય છેકે, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સતત વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તેમજ નદીઓમાં ઘોડપૂર આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં તબાહીના દ્રશ્યો પણ સર્જાયા છે. જેના કારણે અનેક રોડ-રસ્તાઓ ધોવાયા છે. તેમજ રોડ-રસ્તાઓ બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે
મહત્ત્વનું છેકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે.









