હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વરસી રહ્યો છે. છોટાઉદેપુરમાં રાત્રીના સમયથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે નવસાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદીમાં નવા નીરની આવક થઈ છે. અશ્વિન નદીમાં ભારે પાણી આવતા રાજપુરા ગામનો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. રાજપુરા ગામનો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. 200 લોકોની વસ્તી ધરાવતા રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. હાલ તો પાણી ઉતર્યા બાદ જ ગ્રામજનો અવર-જવર કરી શકશે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]