રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે નદી, નાળા, ચેકડેમોમાં નવી નીરની આવક થઈ છે. તેમજ અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે છોટાઉદેપુરના બોડેલી સહિતના વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો છે.


[[$googlead]]

બોડેલી સહિતના વિસ્તારોમાં વરસાદ

બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચલામલી ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ફરી વરસાદ શરૂ થતા બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બોડેલીના એન.એ. પરીખ રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જોકે, ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

[[$alsoread]]

વિકાસના કામો પણ અધૂરા હોઈ લોકોને હાલાકી 

છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈ નદી નાળાને ભારે નુકસાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે લોકોને હાલાકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: