છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જિલ્લામાં વરસાદમાં રોડ-રસ્તાઓ ધોવાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્વાંટ તાલુકાના આરતિયા અને છોડવા ગામને જોડતો રસ્તો નેસ્તોનાબૂદ થઈ ગયો છે. છેલ્લા દસેક દિવસ પહેલા જિલ્લામાં પડેલા વરસાદે સમસ્યામાં વધારો કર્યો છે.


[[$googlead]]

ગામના લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી

આરતિયા અને છોડવા ગામ વચ્ચે પાંચ નાળા અને એક ડીપ તૂટીને ખંડેર સમાન થઈ ગયા છે. ગત વર્ષે જ કોરોડોના ખર્ચે અંદાજે સાડા ત્રણ કિલો મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જોકે રસ્તો એક વરસાદમાં જ સંપૂર્ણ તૂટી ગયો છે. એજન્સી અને અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ હવે ગ્રામજનો બની રહ્યા છે. આરતિયા અને છોડવા ગામને જોડતા રોડ પર પાંચેય નાળા સહિત ડીપ પણ ભાંગી ગયો છે.

[[$alsoread]]

રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોનો આક્ષેપ

આરતિયા અને છોડવા ગામને જોડતા રોડ બિસમાર બનતા આસપાસના ગામના લોકોને અવર-જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ રસ્તો તૂટી જતા શિક્ષકો શાળાએ ન આવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી. ઈમરજન્સીમાં દર્દીઓને ખભે નાખીને હોસ્પિટલ સુધી લઈ જવા પડે છે. પ્રથમ વરસાદમાં જ નવો રોડ ધોવાઈ જતા હલકી ગુણવત્તાનો માલસામાન વપરાયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હવે ફરીથી સારી ગુણવત્તા વાળો અને મજબૂત નવો રોડ બનાવવાની તંત્ર પાસે લોકોએ માગ કરી છે.


  • Follow us on: