અમદાવાદમાં વધુ એક નકલીનો ખેલ જોવા મળ્યો. અત્યારે નકલીની બોલબાલા ચરમસીમા પર છે. શહેરમાં નકલી દવા, નકલી દસ્તાવેજ બનાદ હવે જજ પકડાયો. નકલી જ્જ મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. આ શખ્સે કોર્પોરેશનની જગ્યા પચાવી પાડવા જજના નામે ખોટા ઓર્ડર કર્યા. અમદાવાદના કારંજ પોલીસ મથકે નકલી જજ સામે ફરિયાદ નોંધાય બાદ કાર્યવાહી કરવામાં આવી.


[[$googlead]]

કોર્પોરેશનની જમીન હડપવાનો કારસો

શહેરમાં અત્યારે કોર્પોરેશન દ્વારા અનેક સ્થાનો પર ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અસમાજિક તત્ત્વો ધાર્મિક સ્થાન બનાવી સરકારી જમીન પચાવી પાડે છે. આ હકીકત સામે આવ્યા બાદ તંત્ર દ્વારા ગેરકાયદે ધાર્મિક દબાણો અને સ્થાનો દૂર કરવાની કડક કામગીરી કરવામાં આવી રહી છે. નકલી જ્જ મોરીસ ક્રિશ્ચિયને કોર્પોરેશનની શાહવાડીની જગ્યા પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવ્યા. મોરીસ આર્બિટ્રેટર ન હોવા છતા ખોટા ઓર્ડર આપ્યા. મોરીસ સામે અગાઉ પણ બે ફરિયાદ નોધાઈ હતી. કારંજ પોલીસ મથકે કોર્પોરેશનની જગ્યા પચાવી પાડવા મામલે જજ મોરીસ અને વકીલ એસ.વી. રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

[[$alsoread]]

નકલીનો રાફડો ફાટ્યો

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન હડપવામાં આવે છે તો કયાંક વારસાગત મિલકત પચાવવા કૌભાંડ કરવામાં આવે છે. આજકાલ નકલી પોલીસ બની ડિજિટલ એરેસ્ટ કરી લોકો સામે રૂપિયા પડાવવાના કિસ્સા પણ વધ્યા છે. નકલીની બોલબાલામાં અસલી કોણ તે સમજવું મુશ્કેલ બન્યું છે. કારણ કે નકલી પોલીસ અધિકારી હોય કે નકલી જજ સત્યતના એવા દસ્તાવેજ રજૂ કરે છે જે જોઈ કોઈપણ નાગરિક પણ ભ્રમણામાં ફસાઈ જાય છે. જો કે ગુનેગારો નકલી બની કેટલા પણ હવાતિયાં મારે આખરે સત્યનો વિજય થાય છે તેમના કૌભાંડ બહાર જરૂર આવે છે. એટલે જ આપણામાં કહેવાય છે કે 'પાપ છાપરે ચઢીને પણ પોકારે છે.'


  • Follow us on: