ગુજરાતમાં એચએમપીવી વાયરસને લઈ તબીબો ચિંતામાં મૂકાયા છે,તબીબે સરકારને વિનંતી કરી છે કે,ભુલોનું પરિવર્તન ફરી ના થાય અનેટેસ્ટિંગની ફિકસ રકમ જાહેર થાયા સાથે સાથે ટેસ્ટ માટે ઉઘાડી લૂંટ ન થાય તે માટે જરૂરી ધ્યાન રાખવામાં આવે સાથે સાથે ખાનગી લેબોમાં રૂ. 2000થી 2600 ટેસ્ટના લેવાઈ રહ્યા છે તો રાજ્ય સરકાર લેબમા થતા ટેસ્ટિંગની કિંમત જાહેર કરે તેવી માગ પણ કરવામાં આવી છે.
કચ્છમાં પણ એક કેસ નોંધાયો
ચીનમાં હાહાકાર મચાવી રહેલો હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) ધીમે-ધીમે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પગપેસારો કરી રહ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ત્રણેક દિવસથી દરરોજ એક કેસ નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે કચ્છના આધેડનો રિપોર્ટ HMPV પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં રહેતા 59 વર્ષીય આધેડ દર્દી HMPVથી સંક્રમિત થતાં તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું સામે આવ્યું છે.
ટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ?
01-જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
02-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
03-ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
04-તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
05-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
06-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
07-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
08-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts):
01-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
02-ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
03-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.









