દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યાની ઘટના સામે આવી હતી. જે ઘટના કાળજું કંપાવનારી હતી. ત્યારે દાહોદની આ ઘટના બાદ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સાથે જ આ ઘટનાને લઈને શિક્ષકનું નામ લજવનાર શિક્ષક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું
ત્યારે હવે આ મામલે કોંગ્રેસ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં બનેલી ઘટના ખુબજ દુઃખદ છે. આરોપીએ રેપ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કરવી જોઈએ. ગૃહ વિભાગ સરકારી કામકાજમાં વ્યસ્ત છે.
અમિત ચાવડાના સરકાર સામે પ્રહાર
આજે ગુજરાતમાં કાયદો ભાંગી પડ્યો છે. ગૃહ વિભાગની અસરકારક બિલકુલ પતી ગઈ છે. રાજ્યમાં લોકોને સુરક્ષિત રાખવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. સમગ્ર ચુક ગૃહ વિભાગની જ છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બનવી જોઇએ.









