સુરત શહેરમાં વધુ બે ખંડણીખોર ઝડપાયા છે. શહેરમાંથી કોંગ્રેસનો ખંડણીખોર નેતા ઝડપાયો છે. કોંગ્રેસ લઘુમતી મોરચાના યુથ ઉપપ્રમુખ નુરૂ શેખની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસે કોંગ્રેસ નેતા નુરૂ શેખ સહિત બે લોકોની ધરપકડ કરી છે, કોંગ્રેસ નેતાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.


[[$googlead]]

સાદિક અલી અને નુરુ શેખની પોલીસે કરી ધરપકડ

કોંગ્રેસ નેતાએ ફરિયાદીના બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી નાખવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવામાં આવી હતી. પોલીસે છટકું ગોઠવી 50,000 રૂપિયાની ખંડણી લેતા કોંગ્રેસ નેતાને રંગે હાથ ઝડપી પાડ્યો છે. સલાબતપુરા પોલીસે સાગરીત સાદિક અલી અને નુરુ શેખની ધરપકડ કરી છે. અગાઉ 26 એપ્રિલે પણ શહેરમાં ખંડણી માગવાની ઘટના સામે આવી હતી. શહેરમાં એક સ્ક્રેપના વેપારીને GSTના દરોડાની ધમકી આપી ખંડણી માગી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અમિત તિવારી નામના શખ્સ દ્વારા વેપારીને નવી ફર્મમાં દરોડા પડાવવાની ધમકી આપવામાં આવી હતી. વેપારીએ રૂપિયામાં આનાકાના કરવા પર માગ્યા મુજબ પૈસા નહી આપે તો 'તારી પત્નીનું અપહરણ કરતા વાર નહિ લાગે તેવી ધમકી આપી હતી. અમિત તિવારી નામના શખ્સ દ્વારા સ્ક્રેપના વેપારી પાસેથી 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. 

[[$alsoread]]

  • Follow us on: