લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસમાં દોડધામ ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક બોલાવી હતી, જેમાં પાર્ટીના તમામ ઉમેદવારોએ પણ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ રાહુલ અને ખડગે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પીએમ મોદી માટે આ રાજકીય અને નૈતિક હાર છે, તેમને નૈતિક દૃષ્ટિકોણથી મોટું નુકસાન થયું છે. INDIA ગઠબંધન પ્રતિકૂળ વાતાવરણમાં ચૂંટણી લડ્યું હતું. કોંગ્રેસની ઝુંબેશ શરૂઆતથી અંત સુધી સકારાત્મક રહી હતી. આ ચૂંટણી અમે વિવિધ સંસ્થાઓને બચાવવા લડ્યા છીએ. મીડિયાની ભૂમિકા માટે પણ અમે લડતા રહ્યા છીએ. સંવિધાનને બચાવવા માટે કોંગ્રેસ લડતી રહી.









