વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ વિવાદ વધ્યો છે.નિઝામપુરાના અવનીશ એપોર્ટમેન્ટમાં એક ગ્રાહકને રૂપિયા 54 હજારનું બિલ આવતા ખળભળાટ મચી ગયો છે,સ્થાનિકોની માંગ છે કે,જુના મીટર પરત આપવામાં આવે તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,વધુ બિલને લઈ MGVCLની ઓફીસ જઈએ છે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી.
શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCLપર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ 9,24,254 રુપિયા બિલ આવ્યુ છે.









