સુરતના વરાછાના ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને વધુ એક પત્ર લખ્યો છે જેમાં VNSGUની UG પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પક્રિયાાં લોકો હેરાન થઈ રહ્યા છે તેવી વાત સાથે તેમણે પત્ર લખ્યો છે,તો બીજી તરફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મનમાની કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. GCAS પોર્ટલ પરથી ચાલી રહેલી સેન્ટ્રલ પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કરી છે. ખાનગી કોલેજો દ્વારા નિયત બેઠક કરતા વધુ ઓફર લેટરો આપી મેરિટ વિના વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
સુરત કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતુ કે, હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યુ હતુ, વિધાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો.









