અમદાવાદના બાપુનગરમાં ભાજપની તિંરગા યાત્રામાં દેખાયો કુખ્યાત આરોપી, આરોપી અલ્તાફ બાસી MLA દિનેશ કુશવાહ સાથે દેખાયો છે અને દિનેશ કુશવાહ સાથે ખુલ્લી જીપમાં દેખાયો અલ્તાફ બાસી તો અલ્તાફ બાસી સામે મારામારી સહિત નોંધાયા છે ગુનાઓ, વકફની જમીનમાં ગેરકાયદે દબાણના નોંધાયા છે ગુના તો 23 મેના રોજ બાપુનગરમાં યોજાઈ હતી તિરંગા યાત્રા.


[[$googlead]]

અલ્તાફ જામીન પર છૂટેલો છે

તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદથી સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં શુક્રવારે સાંજે ધારાસભ્ય દીનેશ કુશવાહની આગેવાનીમાં નીકળેલી તિરંગાયાત્રામાં કુખ્યાત અલ્તાફ બાસી ધારાસભ્ય સાથે જોવા મળતા આ બાબત સમગ્ર બાપુનગર વિધાનસભાના મતદારોમાં ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ પોલીસે બહાર પાડેલી શહેરના અસામાજિક તત્વોની યાદીમાં અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસીના નામનો સમાવેશ કરાયો છે. જે હાલમાં જામીન ઉપર છૂટેલો છે.

[[$alsoread]]


  • Follow us on: