બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે.આ પેટા ચૂંટણી ભલે વાવમાં હોય પરંતુ આ પેટા ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતમાં છે.જેનું મુખ્ય કારણ છે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે વટનો સવાલ છે.ત્યારે ચૂંટણીનો જંગ જીતવા એક તરફ ભાજપએ મંત્રી મંડળ તો બીજી તરફ કોંગ્રેસએ પ્રદેશનું પ્રતિનિધિત્વ વાવના મેદાને ઉતારી દીધું છે.અને આ ચૂંટણી જીતવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે.
ત્રિપાંખીયો જંગ
જોકે આ ચૂંટણી રસપ્રદ એટલે બની કે આ ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ન રહી પરંતુ આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ઉભો થઇ ગયો...ફોર્મ ભરવાને અંતિમ દિવસે ભાજપ એ ટિકિટ ન આપતા ભાજપમાંથી જ નારાજ થઈને બળવો કરનાર પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અપક્ષ માંથી મેદાને ઉતરી ગયા છે... અને તેઓ પણ ભાજપ કોંગ્રેસની જેમ ગામે ગામ સભાઓ ગજવવા લાગ્યા છે. અને લોકોને બેટ ના નિશાન ઉપર મત આપવા આજીજી કરી રહ્યા છે.
ચૂંટણીને લઈ ગણતરીના દિવસો બાકી
જોકે આ ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગણતરીના દિવસો પહેલા જ આ ચૂંટણી વધુ એક વખત ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે આ ત્રીપાંખિયા જંગમાં ભાજપ કોંગ્રેસ સામે મેદાને ઉતરેલા માવજી પટેલ જયારે બેટનું નિશાન લઇ વાવના મેદાને ઉતર્યા ત્યારે તેમને પોતાની સાથે બે અપક્ષ ઉમેદવાર બહેનોને ટેકેદાર તરીકે રાખી.પરંતુ ચૂંટણી જંગ જામતા મતદાનના ગણતરીના દિવસો પહેલા માવજીભાઈની સાથે જોવા મળેલા બંને અપક્ષ મહિલા ઉમેદવારોએ માવજીભાઈનો સાથ છોડી દીધો જેમાંના એક એટલે મંજુબેન રાઠોડ.જોકે ફોર્મ પરત ખેંચવાના દિવસથી લઈ નિશાન મળવાના દિવસ સુધી આ મંજુબેન રાઠોડ માવજીભાઈ સાથે જ જોવા મળતા અને માવજીભાઈને ટેકો પણ જાહેર કરી દીધેલો પરંતુ સમય વીત્યો અને ચૂંટણી જંગ બરાબર જામ્યો અને મંજુબેને માવજીભાઈ નો સાથ છોડી ભાજપના સ્વરૂપજી ઠાકોરનો હાથ પકડી લીધો અને સ્વરૂપજી ઠાકોરને ટેકો જાહેર કરી લીધો.
ભાજપ અને કોંગ્રેસમાં ભળી ગયા
તો વળી મંજુબેનએ ભાજપને ટેકો જાહેર કર્યાને બીજે જ દિવસે માવજીભાઈના બીજા સાથીદાર લક્ષ્મીબેન ઠાકોર કોંગ્રેસના સ્નેહ મિલનમાં પહોંચી ગયા અને સ્નેહમિલન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં સ્ટેજ પરથી ગુલાબસિંહ રાજપૂતને સમર્થન જાહેર કરી દીધું.જોકે હજુ તો મતદાન બાકી છે અને તે પહેલા જ માવજીભાઈ સાથે ખભેથી ખભો મિલાવી જંગ ખેલનાર માવજીભાઈના બંને ટેકેદારો ભાજપ અને કોંગ્રેસમાં ભળી ગયા.
અને કોની નાવ ડૂબે છે તે જોવું રહેશે
પરંતુ સવાલ વટનો છે ઢીલું થોડું પડાય.એક સમયે બેટનું નિશાન લઈ બંને અપક્ષ ઉમેદવાર બહેનો સાથે બહાર નીકળેલા માવજીભાઈ બંને બહેનોને પોતાના મજબૂત ટેકેદાર ગણાવતા હતા પરંતુ હવે બંને બહેનો ભાજપ અને કોંગ્રેસમાં ભળી જતા હવે માવજીભાઈએ વાળી પણ દીધું અને કહ્યું કે મારે તો લાખો ટેકા છે.એ બંને બહેનોએ મને સ્વેછાએ ટેકો જાહેર કર્યો હતો અને સ્વતંત્રતા છે.મારી પાસે લાખો ટેકા છે.તેઓ ગઈ પોતાનો મન મનાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.જોકે અત્યારે તો વાવ પેટા ચૂંટણીનો જંગ ખૂબ જ રસાકસી ભર્યો જામી ગયો છે.ત્યારે હવે આ જંગમાં કોની નાવ તરે છે..









