ગાંધીનગરમાં આંદોલન કરનાર વ્યાયામ શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામા ભંગનો ગુનો સેક્ટર 7 પોલીસ મથકે નોંધાયો છે. 10 ઉમેદવારો સામે નામજોગ પોલીસે ગુનો નોંધ્યો છે. બે દિવસ પહેલા આ તમામ ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 તરફ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા.
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે અને સતત 18મા દિવસે ગાંધીનગરમાં શિક્ષકોના ધરણા યથાવત છે. PT શિક્ષક માટેના ઉમેદવારોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. PTના દાવ કરતા હોય તેમ શિસ્તબંધ રીતે પોલીસ પાસે ડિટેન થયા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોએ એક દો એકના કદમ તાલ સાથે ધરપકડ વહોરી છે.









