અરબસાગરમાં સર્જાયેલા ડીપ્રેશનના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે. સુરતના ડુમ્મસના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળી રહી છે. ડુમ્મસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને 3થી 4 ફૂટના મોજા દરિયામાં ઉછળી રહ્યા છે. દરિયાની પાસે આવેલા ગણેશ મંદિરની આજુબાજુમાં પાણી ફરી વળ્યું છે. ત્યારે દરિયાકિનારે આવેલી દુકાનમાં પણ પાણી ભરાયા છે.


[[$googlead]]

દ્વારકાનો દરિયો બન્યો તોફાની

બીજી તરફ દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે, ગોમતી ઘાટમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે તો ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે સાથે સાથે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જામ્યો છે, દ્વારકા નપાના ફાયર જવાન અને સિક્યુરિટી ગાર્ડને ગોમતી ઘાટ પર તૈનાત કરવામાં આવ્યો છે. દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 15થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયો ના ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે. કૃષ્ણનગરી દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: