વડોદરામાં સિવિલ એન્જીનીયર સાથે છેતરપિંડી કરનારા નાઈજીરિયન યુવકની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી લીધી છે. ફરિયાદી સિવિલ એન્જીનીયર પર અજાણ્યા ઈમેઈલથી મેઈલ આવ્યો હતો. પહેલા તો ભેજાબાજે પ્લુકેનેશિયા વીજ નામના આયુર્વેદિક લીકવીડની ડિમાન્ડ કરી અને ક્રિષ્ના હર્બલ નામના ડમી ડીલર પાસે ખરીદવાનું કહ્યું હતું. ભેજાબાજ ગેબ્રિયલ ગોયેન્કા જાતે જ ક્રિષ્ના હર્બલનો ડમી કર્મચારી બન્યો અને એન્જીનીયરને 20 લીટરનો જાતે ઓર્ડર આપી જાતે જ 47 લાખમાં લીક્વીડ વેચ્યું હતું.


[[$googlead]]

એન્જિનિયરે રૂપિયા ચૂકવ્યા બાદ આરોપીએ ફોન બંધ કર્યો

ત્યારબાદ વધુ લીક્વીડની ડિમાન્ડ ઉભી કરીને 50 લીટર લીક્વીડ માગ્યું હતું. જો 50 લીટર લીક્વીડ મળે તો 130 લીટર લીક્વીડના એડવાન્સ આપવા કહ્યું હતું. એન્જીનીયરે લાલચમાં આવીને લીક્વીડ અને અન્ય વસ્તુ મળી 1 કરોડ 24 લાખમાં લીક્વીડ ખરીદ્યું હતું. એન્જિનિયરે પૈસા ચૂકવ્યા બાદ ભેજાબાજે મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો. જો કે પોલીસે મહારાષ્ટ્રથી ગેબ્રિયલ ઓયેન્કાની ધરપકડ કરી લીધી છે. નાઈજીરિયન શોર્ટ ટમ વિઝાથી ભારત આવ્યો હતો. વિઝા પૂર્ણ થયા છતાં પરત ન જઈ છેતરપિંડી કરતો હતો. પોલીસે આરોપીનો મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

[[$alsoread]]

  • Follow us on: