ગુજરાતમાં અસના વાવાઝોડા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ચક્રવાતની કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં પરથી ચક્રવાતની ઘાત ટળી છે. આજે અને આવતીકાલે વરસાદથી રાહતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ
બંગાળની ખાડીમાં દબાણના કારણે રાજ્યમાં ફરી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 2 અને 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચક્રવાતની કોઈ અસર નહીં થાય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયુ છે. પ્રતિકલાક 5 કલાકના ઝડપે ચક્રવાત આગળ વધી રહ્યું છે. તેમજ 6 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.









