વડોદરાના ડભોઈ પાસે સ્થિત ચાંણોદ કરનાળી ખાતે નર્મદા નદીના કાંઠે ગંગા દશહરા પર્વ નિમિત્તે પરિંદુ ભગત અને ગાયિકા અનુરાધા પૌડવાલે પૂજા કરી હતી. આ ઉપરાંત ગ્રામજનોએ પણ માં નર્મદાની પૂજા અર્ચના કરી હતી.
ગંગા દશહરા પર્વે માં નર્મદાની પૂજા
ડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક ધામ ચાણોદ કરનાળીમાં નર્મદા નદીના કાંઠે ગંગા દશહરા પર્વ ચાલી રહ્યો છે. ત્યારે પરિંદુ ભગત તેમજ અનુરાધા પોડવાલ સહિત ગ્રામજનો દ્વારા માં નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને મનુષ્ય પોતાના જીવનમાં 10 પ્રકારના પાપથી મુક્તિ મેળવવા આ ગંગા દશહરા પર્વે પૂજા ,અર્ચના કરી પોતે ધન્યતા અનુભવે છે. સ્થાનિક કુબેરમંદિરના મહંતો નંદગિરી તેમજ દિનેશ ગિરી સહિત સ્થાનિક બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતાં અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરાવી હતી.









