પહેલગામમાં પર્યટકો ઉપર ગોળીઓ ચલાવીને બર્બરતાપૂર્ણ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ સામે સમગ્ર દેશમાં ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. હવે એક જ માંગ ઉઠી રહી છે બસ હવે બહુ થયું આતંકવાદીઓને ઠાર કરો.પાકિસ્તાનને પાઠ ભણાવો.આ ઘટનાને લઈને ઠેર ઠેર પ્રદર્શન, ન રેલી,શ્રદ્ધાંજલિ તેમજ બંધના કાર્યક્રમો યોજાયા છે.


[[$googlead]]

ગાંધીનગરમાં વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોધાવ્યો

આજે દહેગામ શહેરના ત્રણ હજારથી પણ વધુ વેપારીઓ સજ્જડ બંધ પાળીને પહેલગામની ઘટનાનો વિરોધ નોંધાયો હતો,વારાહી માતાના મંદિરથી સેવા સદન સુધી મૌન રેલી કાઢીને મામલતદાર દહેગામને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. દહેગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓએ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો અને પહેલગામની ઘટનાને તેમણે પણ વખોડી કાઢી હતી,દહેગામ મામલતદારને આવેદન આપીને પહેલ ગામની ઘટનાના આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી.

[[$alsoread]]


  • Follow us on: