દાહોદમાં આવેલા ઝાલોદના વરોડ ગામમાં ધાર્મિકસ્થળમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને ચોરીનો અંજામ આપ્યો હતો. આખરે પોલીસે ટેકનોલોજીના આધારે આરોપીને ઝડપ્યો છે.


[[$googlead]]

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલ મંદિરમાં તસ્કરોએ નિશાન બનાવી ભગવાનને પહેરાવેલા સોના ચાંદીના આભૂષણો તેમજ રોકડ મળી કુલ રૂપિયા સાડા પાંચ લાખની મત્તાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. અને આ અંગેની ફરિયાદ નોંધાવી આવું નિંદનીય કૃત્ય કરનારાઓને સખતમાં સખત સજા કરવાની માગણી કરી અને જાે પોલીસ તેમાં નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા ઝાલોદ તાલુકા સહીત જિલ્લા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જોકે દાહોદ પોલીસે ડ્રોનથી લાઇવ ફૂટેજની મદદથી ચોરીના આરોપીને પકડ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

[[$alsoread]]

વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ દાગીનાઓની ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ઉપરાંત શિવલિંગ પરનું ચાંદીનું કોટિંગ અને ભગવાનના આભૂષણો મળી કુલ 61,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. વહેલી સવારે મંદિરના દરવાજાની તૂટેલી હાલત જોઈને સ્થાનિક લોકોએ લીમડી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી હતી. 

  • Follow us on: