વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015માં 100 જેટલી મહાનગર પાલિકાને સ્માર્ટ સિટી બનાવવા માટે નીવ મુકવામાં આવી હતી. જેમાં 2017માં દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સીટી અંર્તગત સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. દાહોદ નગરપાલિકા દેશની એકમાત્ર નગરપાલિકા છે જેને સ્માર્ટ સીટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. દાહોદ નગરને સ્માર્ટ બનાવામાં માટે કામગીરી તો શરૂ કરી દેવામાં આવ્યું હતું પંરતુ કામગીરી હાલ મંદગતિએ ચાલી રહ્યું છે.


સ્માર્ટ રોડ બનાવાની કામગીરી કરવા માટે દાહોદમાં મેગા ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું અને અંદાજીત 2 વર્ષ પહેલાં રહેણાંક મકાન અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. લોકોને આશા હતી કે ભલે ડિમોલેશન થયું ઘર ,દુકાનો, તૂટી પણ રોડ રસ્તા સારાં મળશે પણ લોકોની આશા પર પાણી ફરી વળ્યું.આજદિન સુધી રોડ ના નામે પ્રજાને માત્ર ખાડાઓનુ સામ્રાજ્ય જ જોવા મળ્યું. હાલ વરસાદી માહોલ જામેલો છે અને આવા વરસાદમાં તંત્ર દ્વારા માટી અને મેટલ પથ્થર થી સમારકામ કરવામાં આવ્યું તેમાં ફરી લોકોને અને વાહન ચાલકોને કાદવ કીચડના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ઝડપથી આ રોડનું સમારકામ થાય તેવી વાહનચાલકોની માગ છે.


  • Follow us on: