દાહોદ શહેરમાં દિવાળીના તહેવારો અને બાદમાં સતત વધતી જતી ચોરીની ઘટનાથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેથી પોલીસે ચોરોને ડામવા પગલાં લીધા હતા. પોલીસે ચોરીને ચોરને ઝડપી લેવા થર્મલ ડ્રોનથી સર્વેલન્સ હાથ ધર્યું હતું. દાહોદ પોલીસે ચોરીના દૂષણને ડામવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો જેમાં નાઈટ પેટ્રોલિંગ માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. જેથી આ ડ્રોન કેમેરામાં ચોરની તમામ હરકત કેદ થઈ જતા પોલીસ જેે તે વિસ્તારમાં જઈને ચોરને ઝડપી લેતી હોય છે.
દાહોદમાં વધતી ચોરીની ઘટનાથી પોલીસે એક નવો કીમિયો અજમાવો હતો. પોલીસે ચોરોને ઝડપી લેવા ડ્રોન કેમેરાની મદદથી નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસના હાથ ચોરો ચોરીને અંજામ આપે તે પહેલા જ આબાદ રીતે ઝડપાઈ જાય. પોલીસ જાહેર રસ્તા, ઈમારતો અને ગીચ વસ્તીમાં જઈને થર્મલ ડ્રોનથી સર્વેલન્સ સતત હાથ ધરવાનું શરું કર્યું છે.









