ઉનાળામાં ભારે ગરમીના કારણે લોકો ગરમીથી બચાવા નજીકમાં આવેલા તળાવ, નદી, ડેમમાં સ્નાન કરવા જતાં હોય છે. ત્યારે આવી જ રીતે દમણ ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલ એક યુવક ડૂબી જતાં મોત નિપજ્યું હતું. દાદર નગર હવેલી ખાતે સંબંધીને ત્યારે ફરવા ગયેલ યુવક દમણ ગંગા નદીમાં સ્નાન કરી બહાર નિકળી ન શકતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ફરવા આવેલ યુવકને ડૂબતા જોઈ અન્ય યુવક બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ડૂબ્યો હતો. હાલ બચાવવા ગયેલ યુવકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય યુવક પાણી પી જતાં બેભાન થઈ ગયો હોવાથી હાલ તેની હાલત ગંભીર જણાઈ રહી છે.


[[$googlead]]
  • Follow us on: