ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હજુ પણ ગરમીથી લોકો શેકાઇ રહ્યા છે. ક્યાંક વરસાદી ઝાપટાં પડીને રહી જાય એટલે ઉકળાટ વધી જાય છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દહેગામમાં પણ મોડ઼ી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દહેગામમાં વરસાદ વરસતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા ત્યારે હવે વરસાદનુ આગમન થતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. મહત્વનનું છે કે આખા રાજ્યમાં ગરમીથી નાગરિકો પરેશાન છે ત્યારે વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








