આયુષ્યમાનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો છે.આયુષ્યમાન યોજનાના નામે લૂંટ થાય છે તેવો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે,કાર્ડમાં પૈસા નથી કહીને હોસ્પિટલો પૈસા વસૂલે છે તો બીજી તરફ આરોગ્ય પ્રધાને ગેનીબેનના આરોપો નકાર્યા છે,છેતરપિંડી ન થયાનો જે.પી.નડ્ડાનો ઇનકાર છે,વધુમાં આરોગ્ય પ્રધાને જણાવ્યું કે,સાંસદ પાસે ખાસ કેસ હોય તો મંત્રાલયને જણાવે,હોસ્પિટલને ચૂકવણીમાં વિલંબ મુદ્દે નડ્ડાનો જવાબ કેન્દ્ર તરફથી પૈસા મોકલવામાં વિલંબ થતો નથી.
[[$googlead]]
PMJAYને લઈ સરકારે જાહેર કરી છે નવીન માર્ગદર્શિકા
ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આકસ્મિક રીતે આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઇપણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મા” યોજના અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકી હતી. ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા, ગુજરાત સરકાર દ્વારા “PMJAY” યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરવામાં આવી છે.
દર્દીઓના જીવ સાથે ચેડા નહી કરી શકાય
PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસિઝર કાર્ડિયાલોજી, નિઓનેટલ અને ઓન્કોલોજી(કેન્સર) માટે નવીન માર્ગદર્શિકા (SOP)જાહેર કરી હતી.આ નવી માર્ગદર્શિકા જાહેર કરતા તેમણે કહ્યું હતુ કે, ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખીને નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. માનવતાને નેવે મૂકીને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા લોકોની આ પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે જે માટે સરકાર હંમેશાથી પ્રતિબધ્ધ છે.









