દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જનતા માટે સમસ્યારૂપ બની ગયો છે. પ્રદૂષણને લીધે દિલ્હીમાં રહેવું હવે દોહલ્યું બની ગયું છે. વાયુ પ્રદૂષણનો આંક સડસડાટ વધી ગયો છે. પ્રદૂષણની સમસ્યા સતત વધતી જઈ રહી છે. દિલ્હીમાં એર પોલ્યુશનનો સરેરાશ આંક 432એ પહોંચ્યો છે. જેના લીધે લોકોના શ્વાસમાં ઝેર ભળી જઈ રહ્યું છે.


[[$googlead]]


જેમજેમ શિયાળો જામતો જઈ રહ્યો છે તેમ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો આંક પણ વધી રહ્યો છે. વાયુ પ્રદૂષણને લીધે લોકોને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવાની નોબત આવી છે. દિલ્હી અને તેની આસપાસ પોલ્યુશન ભયંકર રીતે ફેલાયું છે. દિલ્હીમાં ધુમ્મસની સાથે વાયુ પ્રદૂષણ આવતા આ બેવડો માર જનતા સહન કરી રહી છે. દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ 460ને પાર નોંધાયું છે. જેથી તંત્ર, વૃદ્ધો માટે આ પ્રદૂષણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. 

[[$alsoread]]


  • Follow us on: