દેશની રાજધાની દિલ્હીમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડયો છે. જેથી છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા દિલ્હીવાસીઓને રાહત અનુભવાઈ છે. દિલ્હીમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા. ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. આટલું ઓછું હોય તેમ ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી. જેથી એકતરફ વરસાદ અને બીજીબાજું ટ્રાફિકમાં વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો.


[[$googlead]]

દિલ્હીમાં આવેલા સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવના ઘર પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારે સાંસદને તેના સ્ટાફના સભ્યો ઉપાડીને દોરી ગયા હતા. અને બાદમાં ગાડીમાં બેસાડ્યા હતા. સાંસદ રામગોપાલ યાદવના રહેઠાણનો વિસ્તાર લોધી એસ્ટેટમાં ઠેર-ઠેર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. એકબાજુ સંસદ સત્ર ચાલી રહ્યું છે જ્યારે બીજીબાજું દિલ્હીમાં વરસાદ ઘમરોળી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી વેઠવાની નોબત આવી ગઈ છે. યમુના નદીના નીચાણવાળા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી આવ્યા હતા.

 

[[$alsoread]]

  • Follow us on: