સમગ્ર દેશની સાથે દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દિલ્હીમાં ભારે વરસાદથી હાલ બેહાલ થયા છે. દિલ્હીમાં બુધવારે મોડી સાંજથી ધોધમાર વરસાદ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદથી દિલ્હીના રસ્તાઓ પાણી-પાણી થયા હતા. તેમજ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


[[$googlead]]

દિલ્હીમાં ભારે વરસાદને કારણે 2 લોકોનાં મોત

દિલ્હીમાં ભારે વરસાદને કારણે 2 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હીમાં ભારે વરસાદના કારણે માતા-પુત્ર નાળામાં વહી જતાં મોત થયા છે. તેમજ મકાન અને દીવાલ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે. મકાન અને દીવાલ ધરાશાયી થવાના કારણે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

[[$alsoread]]

દિલ્હીમાં ભારે વરસાદને પગલે આજે શાળાઓ બંધ

દિલ્હીમાં ભારે વરસાદને પગલે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ધોધમાર વરસાદ વરસતા રાવ કોચિંગવાળા વિસ્તારમાં ફરી પાણી ભરાયા હતા. રાવ કોચિંગવાળા વિસ્તારમાં પાણી ભરાતા આપના નેતાઓએ સ્થળ પર પહોંચી પાણીનો નિકાલ કરાવ્યો હતો. તેમજ કરોલ બાગ મેટ્રો સ્ટેશન, માર્કેટ એરિયા સહિતના એરિયામાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

  • Follow us on: