દિલ્હીમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને કારણે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવના ઘરની બહારનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. રામ ગોપાલ યાદવને તેમની કારમાં બે લોકોએ ઉંચકીને લઈ ગયા હતા. તેના પર રામ ગોપાલ યાદવે કહ્યું કે NDMC તૈયાર નથી. આ વખતે ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરંતુ હજુ પણ નાળાઓની સફાઈ કરવામાં આવી નથી. પરિસ્થિતિ એવી છે કે અમારે બહાર નીકળવા માટે બીજાની મદદ લેવી પડી.


[[$googlead]]
  • Follow us on: