નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે,વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે,વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે સાથે સાથે રાજપીપળા, તિલકવાડામાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે,કેવડીયા સહિત વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છે સાથે સાથે ગાઢ ધુમ્મસને લઈ વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે તો વાહનચાલકો હેડ લાઈટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે.
ઠંડીનો ચમકારો વધ્યો
વહેલી સવારથી ઠંડીમાં ચમકારો અને ધુમ્મસ જોવા મળ્યું છે,ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ છે સાથે સાથે મુખ્ય માર્ગો પર ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને અસર પડી રહી છે,વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચાલકો ધીરે ધીરે વાહન હંકારતા જોવા મળ્યા છે,બીજી તરફ સવારના મોડે સુધી સ્ટ્રીટ લાઈટો પણ જાહેર માર્ગો પર ચાલુ રાખવામાં આવી છે,કોઈ અકસ્માતની ઘટના ના બને તેને લઈ સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવી છે.
સાબરકાંઠામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ તેમજ ધુમ્મસ છવાયું છે.હવામાન વિભાગે પહેલાથી જ સાબરકાંઠામાં માવઠાની સંભાવના દર્શાવી છે,ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પોશીના સહિતનાં વિસ્તારોમાં ધુમ્મસ ભર્યા વાતાવરણથી હાલાકી પડી રહી છે.ભેજ તેમજ વાદળછાયુ વાતાવરણ અને માવઠાથી ખેડૂતજગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રતાજ અને પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યું ધુમ્મસ ભર્યું વાતાવરણ.









