સુરતમાં મૌની અમાસે સુરતની તાપી નદીમાં ભકતોએ આસ્થાની ડૂબકી લગાવી છે જેમાં,મહાકુંભના ન જઇ શકનારાઓએ તાપી નદીમાં સ્નાન કર્યુ છે,સુરતમાં કુરુક્ષેત્ર, વૈધરાજ, પાંચ પાંડવ, નાવડી પર ભીડ અને હિન્દુ શાસ્ત્રોમાં મૌની અમાસનું વિશેષ મહાત્મ્ય રહેલું છે,ગ્રહોની દ્રષ્ટિએ આજે આખો દિવસ સિદ્ધ યોગ રહેશે.હિન્દુ શાસ્ત્રોમાં મૌની અમાસનું વિશેષ મહાત્મ્ય આંકવામાં આવે છે તેમજ પોષ વદ અમાસે આવતી મૌની અમાસનું ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય છે.
આજે મહિનાની અમાસ છે
આજે 29 જાન્યુઆરીએ માઘ (મહા) મહિનાની અમાસ છે, તેનું નામ મૌની અમાસ છે. આ મહાકુંભનો સૌથી મોટો દિવસ છે. આજે પ્રયાગરાજના કુંભમાં બીજું અમૃત (શાહી) સ્નાન છે. નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દૃષ્ટિએ મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે.આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્મા, પદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તેમના મતે, માઘ (મહા) મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે.
આજના દિવસે નદીમાં સ્નાન કરવાનું પણ અનેખું મહત્વ
હિન્દુ પંચાગ મુજબ, માઘ કૃષ્ણ પક્ષમાં આવતા અમાસના દિવસને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદી, તળાવ કે જળાશયમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર, જે કોઈ માઘ અમાવસ્યા પર પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરે છે, તેમના પૂર્વજોના આત્માઓ સંતુષ્ટ થઈ જાય છે.









