જૂનાગઢમાં ભુતનાથ મંદિરમાં સાધુ સંતોએ ધર્મસભા યોજી છે અને મહંત મહેશગીરી બાપુના સમર્થનમાં ધર્મસભા યોજાઈ છે. ત્યારે મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ પર આકરા પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે હરીગીરીની ગેંગે અખાડા પર આધિપત્ય જમાવ્યું છે. અખાડાના સાધુ શું કરી લેશે તેવું મહેશગીરીએ કહ્યું હતું.


[[$googlead]]

જૂનાગઢની ધર્મસભામાં મહેશગીરી બાપુએ આપ્યું પ્રવચન

આ સાથે જ મહેશગીરીએ કહ્યું હતું કે તમારું સામ્રાજ્ય પૂરું કરી દઈશ. દારૂ પીને ભગવા પહેરી ઘણા ફરતા હોય છે, આવા લોકો સાધુ નથી હોતા અને આવા નપુંસકો માટે ત્યાગપત્ર આપવાની જરૂર નથી. આવા લોકોનો વિનાશ કરવો જરૂરી છે તેવું પણ મહેશગીરી બાપુએ કહ્યું હતું. જૂનાગઢની ધર્મસભામાં મહેશગીરી બાપુએ પ્રવચન આપતા કહ્યું કે આજે હું ભાગવત ઉપર હાથ રાખી કહું છું કે જે બોલીશ તે સાચું બોલીશ.

[[$alsoread]]

શ્રી શ્રી રવિશંકર મહારાજનો હું ઋણી છું

હું મહેશ ગીરી બ્રહ્માંડની શક્તિઓનું આહવાન કરું છું. મેં ગિરનારનું સ્તનપાન કર્યું છે એટલે કંઈ ખરાબ નહીં સહન કરું. ભારતમાં તમામ જગ્યાએ બ્રાન્ચ છે. શ્રી શ્રી રવિશંકર મહારાજે મારો હાથ પકડ્યો હતો અને મને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં તેમનો ઋણી છું. વન વિભાગના લોકો જગ્યાના સેવકોને મારા મારતા હતા અને હું 2005માં દિલ્હી ગયો હતો, ત્યાં હું તૂટી ગયો હતો.

વધુમાં મહેશગીરી બાપુએ કહ્યું કે શિવરાત્રી મેળામાં એક શિબિરમાં મુજરો થતો હતો અને દારૂ પીને ભગવા વસ્ત્રો પહેરીને ઘણા ફરતા હોય છે એ સાધુ નથી, હાલમાં હરિ ગીરી બાપુની ગેંગે અખાડા ઉપર આધિપત્ય જમાવી દીધું છે, આ તમારું સામ્રાજ્યને પૂરું કરી દઈશ.


  • Follow us on: