આજે ગણેશ વિસર્જનનો પર્વ છે. જેમાં ગણેશજીની 10 દિવસની આરાધના બાદ આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરાઈ છે. નવસારી જિલ્લામાં ધૂમધામથી વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં રહેવાસીઓ પૂર્ણા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું.


[[$googlead]]

નવસારીમાં આસ્થાના ઓવારેથી વિઘ્નહર્તાનું વિસર્જન

નવસારી શહેરમાં સ્થાપિત પાંચ હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું છે. આ સિવાય 1200થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. નવસારી શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે. લોકો ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

[[$alsoread]]

રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે એક મોટી દુર્ઘટના

આ સિવાય રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન કરતા સમયે 4 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. ભાવનગર હાઈવે પાસે ત્રંબા ગામ નજીક આ મોટી દુર્ઘટના બની છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. 

  • Follow us on: