ગિરસોમનાથનું જિલ્લા વહીવટી તંત્ર બન્યું તિરંગામય જ્યાં જ્યાં નજર કરો ત્યાં બસ તિરંગાઓ લહેરાતા જોવા મળે છે. હાલ તો તમામ લોકો દેશભક્તિના રંગો રંગાયા છે. જિલ્લા સેવા સદન રાષ્ટ્રભક્તિના રંગોમાં રંગાયું. જિલ્લા કલેક્ટર, DDOએ તિરંગો લઈ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો. અધિકારીઓ-કર્મચારીઓએ તિરંગા દ્વારા રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો. જિલ્લા વિકાસ અધિકારીએ નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો. હર ઘર તિરંગા અભિયાનમાં હાલ સમગ્ર દેશ દેશ ભક્તિમાં લીન થયો છે. રેલી યોજાઇ રહી છે. તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તિરંગામય થયું ગિરસોમનાથ, જિલ્લા માં હર ઘર તિરંગા અંતર્ગત જુદા જુદા ગામડાંઓમાં કચેરીઓ, સંસ્થાઓ, અને દરેક ઘર પર તિરંગા ફરકાવાયા. વિવિધ સ્થળોએ રેલી,બેનર,ગ્રૂપ તથા 75 સાઈન બનાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 


[[$googlead]]
  • Follow us on: